બુધવાર, 23 ડિસેમ્બર, 2015

"વોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો"

"વોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો"

Whatstools App:-
"વોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો"વોટ્સએપ થી ઈમેજ, ઓડિયો, વીડીયો મોકલવો ખુબ સરળ છે. પરંતુ, મોટી ફાઈલ મોકલવામાં મુશ્કેલીઓ થાય છે. હવે આ સમસ્યાનું નિવારણ થઈ ગયું છે. વોટ્સએપ પર મોટી ફાઈલો શેર કરવા માટે એક નવી એપ આવી ગઈ છે. આ એપ વોટ્સટુલ ના નામથી આવી છે. જેની મદદથી તમે 1 જીબી સુધીની કોઇપણ ફિલ્મ, ગીત, PDF અથવા અન્ય ફાઇલો શેર કરી શકશો. લગભગ 8.5 એમબી ની સાઈઝ ની આ એપ ગુગલ પર ઉપલબ્ધ છે. જેનાથી એન્ડ્રોઇડ 4.1 કે આનાથી ઉપરના વર્ઝન વાળા ડિવાઈઝ માં તમે ઇન્સ્ટોલ કરી શકો છો.
વોટ્સટુલ નું આવી રીતે કરો સેટઅપ
વોટ્સટુલ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેનું સેટઅપ વિઝાર્ડ જોવા મળે છે. આને ફોલો કર્યા બાદ એક્સેસબીલીટી સર્વિસ ઓપન થાય છે. જ્યાંથી વોટ્સટુલ થી ફાઈલ શેર કરવાની પરમિશન મળે છે. ત્યારબાદ આ એપ Google ડ્રાઇવ પર કનેક્ટ થઈ જશે અને તમે સરળતાથી ફાઇલો શેર કરી શકો છો. આ એપ Google ડ્રાઇવ ને ક્લાઉડ ની જેમ વાપરે છે.
વોટ્સટુલ થી આવી રીતે શેર કરો વોટ્સએપ પર
એકવાર વોટ્સટુલ એક્ટિવ કર્યા બાદ WhatsApp ના અટેચમેન્ટ મેનુ પર ક્લિક કરતા જ નવી એપના ઓપ્શન્સ દેખાવા લાગે છે. આનાથી ફાઈલને અટેચ કરીને મોકલી શકાય છે. એવામાં રીસીવરની પાસે એક લિંક આવશે, જેના પર ક્લિક કરતા જ ફાઈલ નું ડાઉનલોડિંગ શરુ થઈ જશે.
વોટ્સટુલ થી આ ફોર્મેટ્સ માં મોકલી શકશો મોટી ફાઈલ
વોટ્સટુલ એપ ની મદદથી કોઇપણ ફોર્મેટ (ઈ-બુક, એમપી થ્રી, એમપી ફોર, PDF, JPG, GIF) વગેરેની મોટી ફાઈલ્સને સરળતાથી મોકલી શકો છો. વન ટચ ફીચરથી વોટ્સએપ માં ફાઈલ ડાઉનલોડ કરતા પહેલા તેને જોય પણ શકાય છે. આ એપ ને પોઝ અથવા રેઝ્યુમ ફીચરથી ડેટા કનેક્શન ન આવે કે બીજા કોઈ કારણથી ડાઉનલોડિંગ ફાઈલને રોકી પણ શકાય છે. આને કોઇપણ સમયે પાછુ શરૂ પણ કરી શકાય છે.
વોટ્સએપ પર ફાઈલ શેર કરતા પહેલા ચેક કરી શ��

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો